પ્રિયંકા ખેર એક આર્ટિસ્ટ …
પ્રિયંકા ખેર ,આ નામ છેલ્લા થોડા સમયથી ગુજરાતી મ્યુઝિક લવર્સ માટે ખૂબ જ જાણીતું બન્યું છે, તેના youtube વિડીયો ‘ગોરમા’ દ્વારા ગુજરાતી લોક સંસ્કૃતિ અને ગૌરી વ્રત નવજીવન પામ્યું છે. આ વીડિયો જોયા પછી એવું લાગે કે જાણે આપણા ઘરની દીકરી એ જ ઉજવણી કરી છે, અને આપણા ઘરમાં જ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે.
પ્રિયંકા ખેર મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા માં આવેલા પચ્છમ ના વતની છે. આ વિસ્તાર ભાલ પ્રદેશ નો એક ભાગ છે .લોક સંસ્કૃતિ આજે પણ અહીં મૂળ સ્વરૂપે સચવાયેલી છે.
પ્રિયંકાના અવાજની કુણાશ અને સરળતા તેની ઓળખ છે. ગુજરાતી ફોક સંગીત ને આટલી સાદગીથી રજૂ કરવું તે પણ એક સારી ઘટના છે.
સંગીતનો વારસો પ્રિયંકાને તેના માતા-પિતા તરફથી મળ્યો. માતા-પિતા બંને ગુજરાતી ભજનો સુંદર રીતે ગાતા ,તેઓ પ્રોફેશનલ ન હતા પરંતુ ડિવોશનલ હતા .
આ સ્પિરિચ્યુઆલિટી પ્રિયંકા અને પણ વારસામાં મળી છે તે પોતે પણ જણાવે છે કે તેને અંબામાં અને સ્વામિનારાયણ ભગવાન બહુ જ શ્રદ્ધા છે.
પ્રથમ વખત પોતાના અવાજની ઓળખ કઈ રીતે થઈ એ વાતને રજૂ કરતા, પ્રિયંકા પોતાના બાળપણને યાદ કરે છે. જ્યારે તેઓ છ વર્ષના હતા અને પ્રથમ વર્ગમાં ભણતા હતા ત્યારે શિક્ષકે તેને શનિવારની સભામાં એક ભજન ગાવાનું કહ્યું. પ્રિયંકાની બહેને તેને “અગરબત્તીમાં મારી નજર હતી શંકરને લઈ ગયા પાર્વતી”

નામ નું ભજન તૈયાર કરાવ્યું આ ભજન જ્યારે પૂરું થયું ત્યારે તાલીઓ નો જે ગડગડાટ એ છ વર્ષની બાળકીએ સાંભળ્યો, તેનું પરિણામ છે આજની પ્રિયંકા…!!!
પ્રિયંકા જણાવે છે કે રીસેસમાં જ્યારે બધા બાળકો રમતા અને આનંદ કરતા ત્યારે મારે શાળાના સંગીત શિક્ષક પાસે બેસીને , હાર્મોનિયમ અને તબલા ની સંગત માં એક ગીત તૈયાર કરવું પડતું. હાર્મોનિયમ પર થતી આ તાલીમ એ ખરેખર કોઈ રિયાઝ છે તેવી ત્યારે સમજ પણ ન હતી. ધોરણ 10 સુધીનો અભ્યાસ પોતાના ગામમાં પૂર્ણ કરીને ,તેઓ ગાંધીનગર ભણવા ગયા. પોતે સાયન્સના વિદ્યાર્થી હતા અને શાળામાં સાયન્સના વિદ્યાર્થીઓને આર્ટસમાં ભાગ લેવાની છૂટ ન હતી પરંતુ જ્યારે શાળાના શિક્ષકોએ વર્ગખંડમાં અંતાક્ષરી રમતા રમતા પ્રિયંકાનો અવાજ સાંભળ્યો ત્યારે તેમને આર્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છૂટ મળી. ભણવામાં હોશિયાર પ્રિયંકાએ ચાંગા યુનિવર્સિટી માં એન્જિનિયરિંગ કર્યું છે. ભણવાની સાથે સાથે કોલેજમાં તેમણે ડ્રામા, ફેશન શો અને એન્કરિંગ ક્ષેત્રે પણ કામ કર્યું છે, પ્રિયંકા જણાવે છે કે પોતાના વતનના ગામમાં તેને માત્ર ફોક મ્યુઝિક, સુગમ સંગીત અને હિન્દી ફિલ્મના ગીતો જ સાંભળ્યા હતા.. પરંતુ, જ્યારે તેઓ શહેરમાં આવ્યા ત્યારે જ તેમને સંગીતનું વૈવિધ્ય જાણવા મળ્યું. ગાંધીનગરની GIT કોલેજમાં લેક્ચરર તરીકે જોબ કરતા – કરતા તેમણે ભારતીય ક્લાસીકલ મ્યુઝિકની તાલીમ મેળવી. અમદાવાદમાં પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકે તેમણે જુદા જુદા અનેક દિવસમાં ભાગ લીધો. જેમકે કોર્પોરેટ ઈવેન્ટ્સ, વેડિંગ ઇવેન્ટ, cultural festival, નવરાત્રી… સાથે સાથે એન્કરિંગ પણ કર્યું અને ઘણી બધી કોમ્પિટિશનમાં ભાગ પણ લીધો.


પ્રિયંકા ખેર ઓગસ્ટ ૨૦૧૫ માં યુ.એસમાં આવી ગયા અમદાવાદમાં તેમણે કરેલા રેકોર્ડિંગ તેમણે યુએસની જુદી જુદી કમ્યુનિટી અને બેન્ડ મા મોકલ્યા તેમને પ્રિયંકા નો અવાજ અને તેની ક્રિએટિવિટી ખૂબ પસંદ આવી. અને ત્યાંથી પ્રિયંકાની જિંદગીની એક નવી જ સફર શરૂ થઈ. પ્રિયંકાએ દેશના લગભગ તમામ સ્ટેટમાં પર્ફોમન્સ આપ્યા છે. કેનેડા, શિકાગો, ન્યૂ જર્સી, મિશિગન, ઓ હાવો, કેન્સાસ ,વર્જિનિયા, કેલિફોર્નિયા, મિસિસિપી,,. આ બધા જ સ્થળે તેઓ પરફોમન્સ આપી ચૂક્યા છે. સંગીતમાં નવી નવી કલાત્મક રજૂઆત થઈ શકે તે માટે તેમણે પોતાનું આગવું બેન્ડ બનાવ્યું છે. તેઓ પોતાના નામ ઉપરથી..Priyanka Kher Productions નામની કંપની પણ ચલાવે છે, જે મ્યુઝિક આલ્બમ, શોર્ટ ફિલ્મ, અને એડ્સ બનાવે છે. આ કંપની બનાવવા પાછળ પ્રિયંકા અને નાનપણથી જ લાગેલો ફિલ્મોનો શોખ જવાબદાર હતો. જ્યારે ઘરે ઘરે ટીવી અને ડીટુએચ ન હતા ત્યારે ફળિયામાં આઠ-દસ લોકો સાથે બેસીને તેમણે જોયેલી ફિલ્મો તે ને આજે પણ યાદ છે. તેઓ પોતાની કંપની દ્વારા ભવિષ્યમાં મોટી ફિલ્મ બનાવવાની પણ ઇચ્છા રાખે છે.
પ્રિયંકા વિદેશમાં વસતા દેશી માણસ છે. તેઓ જણાવે છે કે આપણે આપણું ભારતીય પણું અને ગુજરાતીપણું ક્યારેય છોડવું ન જોઈએ.
પ્રિયંકા મલ્ટી ટેલેન્ટેડ છે. તેઓ બહુ સારા લિરિક્સ પણ તૈયાર કરી શકે છે. ભવિષ્યમાં તેઓ પોતે લખેલા ગીત ઉપર વધુ પર્ફોર્મન્સ કરવા માંગે છે .
હવે વાત કરીએ તેના ૫૦ હજાર અને તેથી વધુ ન વ્યુઝ પામેલા આલ્બમ ગોરમા’ની.

જેની લિન્ક અહીં નીચે આપી છે.
સૌરાષ્ટ્રમાં અષાઢ મહિનામાં નાની નાની છોકરીઓ ગોરમાનું વ્રત કરે તેને ગૌરીવ્રત કે મોરાકત પણ કહેવાય. આ વ્રતમાં તેઓ ઘરે ગોરમા બનાવે જેમાં જવારા અને નાગલા ની સજાવટ હોય .
કોઈ ભપકો ન હોય પરંતુ સાદાઈ અને સુંદરતા હોય .
આ ગીત તે ગોરી વ્રત ની પૂજા ઉપર આધારિત છે. બાળપણ માં તેના દાદી એ પ્રિયંકા ને આ ગીત શીખવ્યું અને ગૌરી પૂજા માં આ ગીત ગાવા નું કહ્યું.ત્યાર થી આ ગીત તેઓ ગાય છે. ગુજરાત ના દરેક ગામ માં આ રીતે દાદી કે માતા તરફ થી દીકરી ને વારસા માં આ ગીત શીખવા મળે છે. પ્રિયંકા ને બહુ પાછળ થી જાણવા મળ્યું કે આ ગીત અવિનાશ વ્યાસજી એ પણ રજૂ કર્યું છે. અભિષેક ત્રિવેદીએ તેની વિડીયોગ્રાફી કરી છે. વીડિયોગ્રાફી પણ ખૂબ જ સુંદર છે. આ ગીત સાંભળવું ગમે અને જોવું પણ ગમે. આ ગીત પ્રિયંકા ખેર ની youtube ચેનલ પર.., ગાના.., સાવન ફોર ફાઈવ.., એપલ મ્યુઝિક, અને એમેઝોન મ્યુઝિક ઉપર પણ અવેલેબલ છે. પ્રિયંકા જણાવે છે કે આ ગીત અને વીડિયો રિલીઝ થયા પછી વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતીઓ હોય તેમને ખૂબ જ સારા કોમ્પ્લીમેન્ટ આપ્યા છે .પ્રિયંકા ગીતની સાથે પ્રખ્યાત થયા છે .પરંતુ આ સિવાય પણ, તેના ગુજરાતી મેશ અપ, bollywood mashup શ્યામલી, એક ડાળના પંખી, અને સપનાના વાવેતર સાંભળવા ગમે તેવા છે .
‘મોરપીંછ ને માનુ શ્યામ નું સરનામું ‘પણ ખૂબ જ કર્ણપ્રિય છે .insta ઉપર પણ તેઓ સક્રિય છે. ગીતની લીંક નીચે આપેલી છે દરેક ગુજરાતીએ માણવાજેવું અને સાંભળવા જેવું સુમધુર ગુજરાતી સુગમ ગીત.
પ્રિયંકા જી આવી જ અવનવી રચનાઓ ગુજરાતી સંગીત ને આપતા રહો….!!!
link is given below